
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આજે શહેરના પૂર્વ વિસ્તારમાં ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બાપુનગરથી નિકોલ સુધીના 3.7 કિલોમીટર લાંબા મેગા રોડ શો દ્વારા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.
બાપુનગર ટોલ નાકા ખાતેથી શરૂ થયેલા આ રોડ શોમાં 1000થી વધુ બાઈક અને 150 જેટલી કારનો વિશાળ કાફલો જોડાયો હતો. આ રોડ શો બાપુનગર, વિરાટનગર અને નિકોલ એમ ત્રણ વોર્ડમાંથી પસાર થયો હતો, જ્યાં કાર્યકરો અને સ્થાનિક લોકોએ પુષ્પવર્ષા કરી હતી. નિકોલ ખાતેના ખોડિયાર મંદિર પાસે રોડ શોનું સમાપન થયું. પ્રચારના અંતિમ કલાકોમાં ભાજપના આ વિરાટ શક્તિ પ્રદર્શને વિરોધ પક્ષો સામે મજબૂત પડકાર ફેંક્યો છે. વધુ રાજકીય સમાચારો માટે મુલાકાત લો thegujjuonline.in.


